GK Energy IPO GMP Today (Grey Market Premium): જીકે એનર્જી સૌર ઊર્જાથી ચાલતા કૃષિ પંપ પ્રણાલીઓ માટે એન્જિનિયરિંગ અને ઇન્સ્ટોલેશન સેવાઓ પૂરી પાડતી કંપની જીકે એનર્જી લિમિટેડનો આઈપીઓ (IPO) 19 સપ્ટેમ્બર 2025થી ખુલ્યો છે, જેને 23 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે.
Table of Contents
આ આઇપીઓ ₹464.26 કરોડનો બુક-બિલ્ડ ઈશ્યૂ છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹3103.10 કરોડ છે. આ ઇશ્યૂમાં ₹400 કરોડના 26.1 મિલિયન નવા શેર અને ₹64.26 કરોડના 0.42 મિલિયન ઓફર-ફોર-સેલ (0FS) શેરનો સમાવેશ થાય છે. આ આર્ટિકલમાં જાણો જીકે એનર્જી IPOનું લેટેસ્ટ GMP, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને મહત્વની તારીખ સહિતની જાણકારી.
GK Energy IPO Company Details
જીકે એનર્જી આઈપીઓ કંપની Details: વર્ષ 2008માં સ્થપાયેલી જીકે એનર્જી લિમિટેડ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ખેડૂતોને સૌર ઊર્જાથી ચાલતા કૃષિ પંપ સિસ્ટમો માટે એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને કમિશનિંગ (EPC) સેવાઓ પૂરી પાડે છે.
કંપની ખેડૂતોને સર્વેક્ષણ, ડિઝાઈન, સપ્લાય, એસેમ્બલિંગ, ઇન્સ્ટોલેશન, પરીક્ષણ, કમિશનિંગ અને જાળવણી સહિતની તમામ સેવાઓ એક જ સ્ત્રોતમાંથી પ્રદાન કરે છે. આ કંપની એસેટ-લાઇટ બિઝનેસ મોડેલ પર કામ કરે છે, જેમાં તે ‘જીકે એનર્જી’ બ્રાન્ડ હેઠળ વિવિધ વિક્રેતાઓ પાસેથી સોલાર પેનલ, પંપ અને અન્ય ઘટકો મેળવીને તેને ખેડૂતો સુધી પહોંચાડે છે.
લેટેસ્ટ આંકડા અનુસાર, 1 જાન્યુઆરી, 2022 થી 31 જુલાઈ, 2025 સુધીના સમયગાળામાં PM-KUSUM યોજના હેઠળ સ્થાપિત થયેલા સૌર ઊર્જાથી ચાલતા પંપ સિસ્ટમોની સંખ્યાના આધારે, GK એનર્જીનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
GK Energy IPO GMP Today
જીકે એનર્જી આઈપીઓ જીએમપી આજે: (ગ્રે માર્કેટ પ્રીમિયમ ) investorgain.com મુજબ, આજે જીકે એનર્જી IPO GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) +31 છે. આ દર્શાવે છે કે GK Energy IPOના શેર ₹31ના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
IPO પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તર અને ગ્રે માર્કેટમાં વર્તમાન પ્રીમિયમને ધ્યાનમાં લેતા, GK Energy IPOના શેરની અંદાજિત લિસ્ટિંગ કિંમત ₹184 પ્રતિ શેર દર્શાવવામાં આવી હતી, જે IPO કિંમત ₹153 કરતાં 20.26% વધારે છે.
GK Energy IPO Subscription status
જીકે એનર્જી આઈપીઓ સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ; જીકે એનર્જી આઈપીઓ 93.58 ગણો સબસ્ક્રાઇબ થયો છે. 24 સપ્ટેમ્બર, 2025ના રોજ પબ્લિક ઇશ્યૂ રિટેલ સેગમેન્ટમાં 21.78 ગણો, QIBમાં 193.04 ગણો અને NII ક્વોટામાં 128.56 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ IPO માટે એલોટમેન્ટ 24 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. જીકે એનર્જીનો આઈપીઓ બંને મુખ્ય સૂચકાંક BSE અને NSE પર લિસ્ટ થશે, જેની સંભવિત લિસ્ટિંગ તારીખ 26 સપ્ટેમ્બર, 2025 છે.
DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, unclejollyshospitality.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહી જેની ખાસ નોંધ લેવી.)