Site icon

Urban Company IPO આજનું જીએમપી (ગ્રે માર્કેટ પ્રીમિયમ), સબસ્ક્રિપ્શન સ્ટેટસ અને આઈપીઓ લાગવાની શક્યતા કેટલી છે?

Urban Company IPO

Urban Company IPO

અર્બન કંપનીનો આઇપીઓ 10 થી 12 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. આ દ્વારા, કંપનીએ બજારમાંથી રૂ. 1,900 કરોડ એકત્ર કર્યા છે. રિટેલ રોકાણકારોએ આ IPOમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા રૂ. 14,935નું રોકાણ કરવું પડ્યું હતું.

Urban Company Ipo subscription status:

અર્બન કંપનીનો આઇપીઓ સબસ્ક્રિપ્શન સ્ટેટસ 108.98 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 12 સપ્ટેમ્બર, 2025ના રોજ 17:39 વાગ્યા સુધી આ પબ્લિક ઇશ્યૂ રિટેલ સેગમેન્ટમાં 41.49 ગણો, QIBમાં 147.35 ગણો અને NII ક્વોટામાં 77.82 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ IPO માટે એલોટમેન્ટ 15 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. Urban Company IPO બંને મુખ્ય સૂચકાંક BSE અને NSE પર લિસ્ટ થશે, જેની સંભવિત લિસ્ટિંગ તારીખ 17 સપ્ટેમ્બર, 2025 છે.

Urban Company IPO GMP Today:

અર્બન કંપનીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ipowatch અનુસાર અર્બન કંપનીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ ₹66.5 રુપિયા બતાવી રહ્યું છે. એટલે કેં રોકાણકારોને 64.56% ટકા રિટર્ન મળવાની સંભાવના છે. તે જોતા શેર ₹169.5 રુપિયા પર લિસ્ટ થઈ શકે છે.

અર્બન કંપનીના આઈપીઓ જીએમપી investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, અર્બન કંપનીના આઈપીઓ શેર IPOના અપર પ્રાઈસ બેન્ડમાં રૂ. 98 થી રૂ. 103 સુર્ધીના 64.56%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર ₹169.5 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.

Urban Company IPO Allotment Chance

અર્બન કંપનીના આઈપીઓ રોકાણકારોને શેર મળવાની શક્યતાઓ તે IPO માં કેટલા રોકાણકારોએ રસ દાખવ્યો છે તેના પર આધાર રાખે છે. તેથી, QIB શ્રેણીમાં, 148 રોકાણકારોમાંથી એકને કંપનીના શેર મળશે, NII શ્રેણીમાં, 78 અને રિટેલ શ્રેણીમાં, 42 રોકાણકારોમાંથી એકને શેર મળવાની શક્યતા છે.

DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, unclejollyshospitality.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

Exit mobile version