VMS TMT IPO GMP Today: VMS TMT લિમિટેડનો IPO 17 સપ્ટેમ્બરે ખુલવા જઈ રહ્યો છે. કંપનીનો આ IPO 19 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપનીએ પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે.

VMS TMT લિમિટેડ એ થર્મો મિકેનિકલી ટ્રીટેડ (TMT) બારના ઉત્પાદન અને વેપારમાં રોકાયેલી છે, જેનો ઉપયોગ મુખ્યત્વે બાંધકામ ઉદ્યોગમાં થાય છે. કંપની તેની મોટાભાગની આવક ગુજરાત રાજ્યમાંથી મેળવે છે. તેઓ Kamdhenu Limited સાથેના લાયસન્સ કરાર હેઠળ “Kamdhenu NXT” બ્રાન્ડ હેઠળ TMT બારનું વેચાણ કરે છે. જેનો ઉપયોગ બાંધકામ ઉદ્યોગમાં તેમની શ્રેષ્ઠ મજબૂતાઈ, ડક્ટિલિટી અને કાટ પ્રતિકાર માટે વ્યાપકપણે ઉપયોગ થાય છે. 31 જુલાઈ, 2025 સુધીમાં, કંપની તેના TMT બારનું માર્કેટિંગ અને વેચાણ ત્રણ વિતરકો અને 227 ડીલરો સહિતના બિન-વિશિષ્ટ વિતરણ નેટવર્ક દ્વારા કરે છે.
VMS TMT કંપની અમદાવાદ ખાતે 30-ટન ઇન્ડક્શન ફર્નેસ, CCM, રિહીટિંગ ફર્નેસ અને રોલિંગ મિલનો ઉપયોગ કરીને ભંગાર અને બિલિયેટ્સમાંથી TMT બારનું ઉત્પાદન કરે છે. 2,00,000 મેટ્રિક ટન (MT) ની વાર્ષિક ક્ષમતા સાથે, 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં ઉત્પાદન 35,741 MT હતું, જ્યારે નાણાકીય વર્ષ 2025, 2024 અને 2023 માં અનુક્રમે 1,26,065 MT, 1,60,321 MT, અને 1,61,807 MT હતું.
31 જુલાઈ, 2025 સુધીમાં, કંપની પાસે એક અનુભવી મેનેજમેન્ટ ટીમ અને 230 કાયમી કર્મચારીઓ કામ કરે છે.
VMS TMT IPO ની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
VMS TMT IPO Details
VMS TMT IPO એ ₹148.50 કરોડનો સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે, જેમાં 1.50 કરોડ ઈક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. આ IPO માં કોઈ ઓફર ફોર સેલ (OFS) ઘટક નથી.
VMS TMT IPO Dates | 17 – 19 September 2025 |
VMS TMT Issue Price | INR 94 – 99 per share |
Fresh issue | 1,50,00,000 shares (INR 148.5 crore) |
Offer For Sale | Nil |
Total IPO size | 1,50,00,000 shares (INR 148.5 crore) |
Minimum bid (lot size) | 150 shares (INR 14,850) |
Face Value | INR 10 per share |
Retail Allocation | 35% |
Listing On | BSE, NSE |
VMS TMT IPO Dates & Listing Performance
IPO Opening Date | 17 September 2025 |
IPO Closing Date | 19 September 2025 |
Finalization of Basis of Allotment | 22 September 2025 |
Initiation of refunds | 23 September 2025 |
Transfer of shares to demat accounts | 23 September 2025 |
VMS TMT IPO Listing Date | 24 September 2025 |
VMS TMT IPOની પ્રાઈસ બેન્ડ અને લોટ સાઈઝ
- પ્રાઈસ બેન્ડ: ₹94 થી ₹99 પ્રતિ ઇક્વિટી શેર.
- લોટ સાઈઝ: 150 શેર્સ.
- ન્યૂનતમ રોકાણ: રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ અરજીની રકમ ₹14,850 (150 શેર્સ x ₹99) છે.
VMS TMT IPOની મુખ્ય તારીખો
- IPO ખુલવાની તારીખ: 17 સપ્ટેમ્બર, 2025
- IPO બંધ થવાની તારીખ: 19 સપ્ટેમ્બર, 2025
- ફાળવણીની અંતિમ તારીખ: 22 સપ્ટેમ્બર, 2025
- લિસ્ટિંગની તારીખ: 24 સપ્ટેમ્બર, 2025 (BSE અને NSE પર)
VMS TMT IPO GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) Today
ipowatch અનુસાર અર્બન કંપનીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ ₹20 રુપિયા બતાવી રહ્યું છે. એટલે કેં રોકાણકારોને 20.20% રિટર્ન મળવાની સંભાવના છે. તે જોતા શેર ₹119 રુપિયા પર લિસ્ટ થઈ શકે છે.
VMS TMT આઈપીઓ જીએમપી investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, VMS TMT આઈપીઓ શેર IPOના અપર પ્રાઈસ બેન્ડમાં રૂ. 94 થી રૂ. 99 સુર્ધીના 20.20%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર ₹119 રુપિયા કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.