VMS TMT IPO GMP (Grey Market Premium): વીએમએસ ટીએમટી આઈપીઓ; ગુજરાત સ્થિત આ કંપની TMT બાર્સ (થર્મો-મિકેનિકલ ટ્રીટેડ બાર) બનાવે છે, જેનો ઉપયોગ ઇમારતોના બાંધકામમાં થાય છે. કંપનીનો ₹148 કરોડનો IPO આજે, 17 સપ્ટેમ્બર 2025થી ખુલ્યો છે અને 19 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લો રહેશે. ઈમારત સંબંધિત કંપનીઓમાં રસ ધરાવતા લોકો માટે આ એક સારો ઓપ્શન છે. આ આર્ટિકલમાં જાણો વીએમએસ ટીએમટી IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને સબ્સ્ક્રિપ્શન સ્ટેટસની મહત્વની જાણકારી.
VMS TMT IPO Price Band:
વીએમએસ ટીએમટી આઈપીઓ પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂ. 94-99 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 150 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,850 રૂપિયા છે.
VMS TMT IPO Subscription status:
વીએમએસ ટીએમટી આઈપીઓ સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ; વીએમએસ ટીએમટી આઈપીઓ 7.95 ગણો સબસ્ક્રાઇબ થયો છે. 17 સપ્ટેમ્બર, 2025ના રોજ પબ્લિક ઇશ્યૂ રિટેલ સેગમેન્ટમાં 6.51 ગણો, QIBમાં 7.09 ગણો અને NII ક્વોટામાં 12.08 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ IPO માટે એલોટમેન્ટ 22 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. વીએમએસ ટીએમટીનો આઈપીઓ બંને મુખ્ય સૂચકાંક BSE અને NSE પર લિસ્ટ થશે, જેની સંભવિત લિસ્ટિંગ તારીખ 24 સપ્ટેમ્બર, 2025 છે.
VMS TMT IPO GMP Today:
વીએમએસ ટીએમટી આઈપીઓ જીએમપી (ગ્રે માર્કેટ પ્રીમિયમ); ipowatch અનુસાર વીએમએસ ટીએમટી કંપનીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 22 રુપિયા બતાવી રહ્યું છે. એટલે કે રોકાણકારોને 22.22 ટકા રિટર્ન મળવાની સંભાવના છે. તે જોતા શેર 121 રુપિયા પર લિસ્ટ થઈ શકે છે.
વીએમએસ ટીએમટી આઈપીઓ જીએમપી investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, વીએમએસ ટીએમટી આઈપીઓનો શેર IPOના અપર પ્રાઈસ બેન્ડમાં રૂ. 94 થી રૂ. 99 સુર્ધીના 22.22%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 121 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, unclejollyshospitality.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહી જેની ખાસ નોંધ લેવી.)