Euro Pratik Sales IPO Company Details: યુરો પ્રતીક સેલ્સ લિમિટેડ કંપનીનો પરિચય અને વ્યાપાર મોડેલ; યુરો પ્રતીક સેલ્સ લિમિટેડની સ્થાપના 19 જાન્યુઆરી, 2010 ના રોજ થઈ હતી. આ મુંબઈ સ્થિત મુખ્ય મથક ધરાવતી કંપની એસેટ-લાઇટ બિઝર્નેસ મોડેલ પર કાર્ય કરે છે, જેમાં ઉત્પાદન ડિઝાઇન અને વિકાસ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 31 માર્ચ, 2025 સુધીમાં, કંપની પાસે 30 થી વધુ ઉત્પાદન વિવિધતાઓમાં ફેલાયેલી 3,000 થી વધુ ડિઝાઈન્સનો પોર્ટફોલિયો છે (સોર્સ: ટેકનોપેક રિપોર્ટ). છેલ્લા ચાર વર્ષમાં, 113 કેટલોગ (ઉત્પાદનો અને ડિઝાઈનના સંયોજનને સમાવતા) લોન્ચ કરવામાં આવ્યા છે, અને યુરો પ્રતીક ઉદ્યોગમાં ફાસ્ટ-ફેશન બ્રાન્ડ તરીકે કાર્ય કરે છે.
31 માર્ચ, 2025 સુધીમાં, કંપનીના ઉત્પાદનો ભારતના 116 શહેરોમાં સુસ્થાપિત અને વ્યાપક નેટવર્ક દ્વારા વિતરિત થાય છે. ટેકનોપેક રિપોર્ટ અનુસાર, કંપની વોલપેપર ઉત્પાદનો અને પ્રીમિયમ વોલ પેઇન્ટ જેવા પરંપરાગત વોલ ડેકોરના ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો પ્રદાન કરે છે. 31 માર્ચ, 2025 સુધીમાં, તેનું વિતરણ નેટવર્ક ભારતના 25 રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત 180 વિતરકો સાથે 116 શહેરોમાં ફેલાયેલું છે.
Euro Pratik Sales IPO Financial performance:
યુરો પ્રતીક સેલ્સ લિમિટેડ કંપનીનું નાણાકીય પ્રદર્શન; નાણાકીય વર્ષ 2025 માટે યુરો પ્રતીક સેલ્સ લિમિટેડની કામગીરીમાંથી આવક 28.20% વધીને ₹284.23 કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 2024 માં ₹221.70 કરોડ હતી. કર પછીનો નફો નાણાકીય વર્ષ 2025 માં 21.51% વધીને ₹76.44 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2024 માં ₹62.91 કરોડ હતો.
Euro Pratik Sales IPO Subscription status:
યુરો પ્રતીક સેલ્સ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ; યુરો પ્રતીક સેલ્સનો આઈપીઓ 0.38 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 16 સપ્ટેમ્બર, 2025ના રોજ પબ્લિક ઇશ્યૂ રિટેલ સેગમેન્ટમાં 0.33 ગણો, QIBમાં 0.26 ગણો અને NII ક્વોટામાં 0.63 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ IPO માટે એલોટમેન્ટ 19 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. યુરો પ્રતીક સેલ્સનો IPO બંને મુખ્ય સૂચકાંક BSE અને NSE પર લિસ્ટ થશે, જેની સંભવિત લિસ્ટિંગ તારીખ 23 સપ્ટેમ્બર, 2025 છે.
Euro Pratik Sales IPO GMP Today:
યુરો પ્રતીક સેલ્સ આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ(GMP) ipowatch અનુસાર યુરો પ્રતીક સેલ્સ કંપનીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 00 રુપિયા બતાવી રહ્યું છે. એટલે કેં રોકાણકારોને 00 ટકા રિટર્ન મળવાની સંભાવના છે. તે જોતા શેર 247 રુપિયા પર લિસ્ટ થઈ શકે છે.
યુરો પ્રતીક સેલ્સ આઈપીઓ જીએમપી investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, યુરો પ્રતીક સેલ્સ આઈપીઓનો શેર IPOના અપર પ્રાઈસ બેન્ડમાં રૂ. 235 થી રૂ. 247 સુર્ધીના 0%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 247 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, unclejollyshospitality.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)